કહેવાય છે ને જયારે સમદુખિયા ભેગા થાય ત્યારે એકબીજા ની વાતો એ લોકો સારી રીતે સમજી શકે છે.આજે ચાર મિત્રો ભેગા થયા હતા યશ અને બીજા ત્રણ, . મને ખબર ની આ ચારેય લોકો એક જ વાત થી પરેશાન હતા કે નહોતા પરંતુ મેં જે એ એમને જોયા તો કંઈક એવું જ લાગતું હતું.
ઉનાળા ની મોસમ હજી શરુ જ થઇ છે. લગભગ ચાર વાગ્યા નો સમય થયો હશે. હજી ઉનાળા એ એનું અસલી રૂપ ધારણ નહોતું કર્યું. પૃથ્વી ગરમ તો હતી પરંતુ જેવી મને ગમે એમ ધગધગતી નહોતી. રસ્તાઓ હજી સુમસામ નહોતા બન્યા. ત્યારે આ ચાર છોકરાઓ આવા જ એક મસ્ત રસ્તા ઉપર આવ્યા. ચારેય માં જુવાની જો જોશ દેખાતો હતો પરંતુ એ થોડો ફીકો પડી ગયો હતો.મને ખબર ની હવે આ ઉમર માં લોકો કેમ થાકી ગયા હશે પરંતુ મને આ જુવાનો થોડા થાકેલા થોડા ડીપ્રેશ થયેલા લગતા હતા.તે લોકો અહી શેરડી નો રસ પીવા આવ્યા હતા. કારણ કે આ જગ્યા બહુ જ સારી હતી.
એક લાંબો રસ્તો હતો , આજુ બાજુ ખેતરો હતા અને રસ્તા ની બને બાજુ મોટા મોટા વ્રુક્ષો એની શોભા માં વધારો કરતા હતા. આ લાંબો રસ્તો બે ભાગ માં ફંટાતો હતો. અને અહી જ એક શેરડી ના રસ વાળો હતો. એની જગ્યા સારી હતી એટલે ઘણા લોકો અહી આવતા હતા. ઉનાળો ચાલે છે,રસ્તો જોઈએ એટલે શાંત નથી, શેરડી ના રસ ના ટેમ્પા માં ધીમા ધીમા ગીતો વાગે છે. આપણા જુના હિન્દી ગીતો.. ક્યારેક આ અવાજ અચાનક વધી જાય છે ક્યારેક ફરી ધીમો પડી જાય છે.
તો હતી એ જ વાત પર આવીએ. ચાર મિત્રો. આમ જોતા તો લાગ્યું કે જુના મિત્રો હશે અને લાંબા સમય બાદ મળ્યા હશે. આવી ને એ લોકો એ એક એક ગ્લાસ રસ પીધો અને પછી ગાડી પર બેઠા. મેં એ લોકો ની બધી વાત સાંભળી તો નથી પરંતુ થોડું ઘણું સાંભળી ને હું હકીકત સમજી ગયો હતો. જિંદગી ના બવ જ અઘરા પડાવ પર હતા એ લોકો. ભવિષ્ય ની ચિંતા એ લોકો ને હેરાન કરતી હતી. પેલા કીધું ને જયારે સમદુખિયા ભેગા થાય ત્યારે એક બીજા ની વાત બરાબર સમજી શકે. એ લોકો અજીબ હતા. થોડી વાત કઈ વાતો કરે ,પછી અચાનક બધા શાંત બની જાય. કોઈ રસ્તા ને જોયા કરે, કોઈ ગીત માં પોતાનું ધ્યાન પરોવે, કોઈક મોબાઇલ માં... ફરી પછી થોડીક વાતો કરે. એ લોકો ની વાતો માં ભવિષ્ય ની ચિંતા ચોખ્ખી દેખાતી હતી. જે થઇ રહ્યું છે એના થી થોડો અણગમો પણ હતો.. પરંતુ કોઈ કઈ કરી શકે એમ નહોતું. નાની નાની આંખો માં સપના ઘણા હતા પરંતુ સપના તૂટી જવાની બીક પણ હતી. દુનિયા ની સામે ઘણી શિકાયતો હતી પરંતુ કોઈ જવાબ નહોતો.. બસ એક રંગમંચ ની કઠપૂતળી ની જેમ પોતાનો દાવ પૂરો કરતા હોય એવું લાગ્યું..
પરંતુ મને આ વાત સમજાતી નથી . હજી આ લોકો ની એટલી કઈ ખાસ ઉમર નહોતી તેમ છતાં આ લોકો ના ચેહરા આટલા મુર્જાયેલા ,ચિંતાગ્રસ્ત કેમ હતા..? અમ કોની ભૂલ છે? એ છોકરાઓ ની કે સમાજ ની? ક્યાંક તો કંઈક ખોટું થાય છે.. હવે શું ભૂલ છે એ કંઈ સમજાતું નથી. ભગવાન લોકો બહુ જ થાકી ગયા છે હવે બસ તું એમની બહુ પરિક્ષા નહિ લે.. હવે સહન નથી થતું. દરરોજ સવારે ઉઠી ને પોતાની જાત સાથે લોકો લડે છે. જરુરીઅતો ના નામ પર માણસ નું મુલ્ય નથી રહ્યું. ખાવું છે બે ટંક પરંતુ ભેગું કરવામાં આખી જિંદગી વેડફાય રહી છે. તને પણ આવી દુનિયા નહિ ગમતી હોય.. અમારી શું ભૂલ છે એ તો બતાવ, અમે સુધારી જઈશું એક માર્ગ તો બતાવ..
બસ આવીજ રીતે ઘણા લોકો ને જોવ છું. ખબર નહિ શું કામ જીવે છે.. કેટલાય નો બોજ એના ઉપર છે.. થાકી ગયા છે. હવે ચાલતું પણ નથી તેમ છતાં જિંદગી ની દોડ માં લાગેલા છે.હસી એટલે શું એ પણ લોકો ભૂલી ગયા છે. રાતે સુવે છે એ પણ સવારે જાગવા માટે.. સવારે જાગી ને દોડે છે રાતે શાંતિ થી સુવા માટે. તેમ છતાં આજે ઊંઘ કેમ નથી આવતી. ભવિષ્ય ની ચિંતા ક્યાં સુવા દે છે. અધૂરા સપનાઓ ક્યાં સુવા દે છે. ભગવાન એવું કંઈ ના થાય કે હું સપના જ ન જોય શકું..હું વિચારી જ ના શકું.. બસ તું નચાવે એમ નાચવું છે.. તે બધું મારા પર નાખી ને મને અપંગ બનાવી દીધો છે.. તુજ બધું સાંભળી લે. મારો વિચારવા નો અધિકાર જ તું લઇ લે.. હું જેટલું વિચારીશ એટલો દુખી થઈશ.. જેટલો દુખી થઈશ એટલો બધો વાંક કોઈ ના પર નાખીશ.. કોઈ નહિ મળે તો તને ફરિયાદ કરીશ.. એના કરતા તું જ સમજી જા ને...
~યશ ઉકાણી (૦૫/૦૩/૨૦૧૬ )

ભગવાન હું તને આ કોઈ ફરિયાદ નથી કરતો.. મારું કોઈ મૂલ્ય જ નથી ક હું તને સાચું કે ખોટું કહી શકું..પરંતુ અહી આ કંઈક ખોટું થઇ રહ્યું છે.બસ એ સહન નથી થતું. એક દસ વર્ષ નો બાળક શાળા એ જતા ડરે છે..એક સતર વર્ષ નો જુવાન ડીપ્રેશન માં છે.. કોઈ ખુશ નથી.. ભગવાન કંઈક તો ખોટું થઇ રહ્યું છે. બસ એક માર્ગ બતાવી દે.. "લોકો જિંદગી ને સરળ બનવા ના પ્રયત્નો માં આખી જિંદગી વેડફી નાખે છે અને જીવાવનું જ ભૂલી જાય છે. "
~યશ ઉકાણી (૦૫/૦૩/૨૦૧૬ )
No comments:
Post a Comment