Thursday, 8 September 2016

બાળપણ : વિચાર્યા વગર જીવાતી જિંદગી.!

બાળપણ 


                  આ ફોટો કંઇક એવું સર્ચ કરતા મળ્યો હતો કે " તમે જોયેલા ફોટા માંથી સૌથી આનંદ ની લાગણી થાય એવો ફોટો કયો?". તો કોઈએ આ મુક્યો હતો. પરંતુ કેટલું અદ્ભુત દ્રશ્ય છે ને !...
                  બાળક, ભગવાન નું એક અદ્ભુત સર્જન. જિંદગી ના બધા સવાલો ના જવાબ મેળવવાનું એક માત્ર સરનામું એટલે એક બાળક નો સ્પર્શ. બાળક શબ્દ જ કેટલો મધુર લાગે છે , સંભાળતા ની સાથે જ હર્દય માં કોમળતા, માસુમિયત, ની:સ્વાર્થ છબી  તૈયાર થઇ જાય છે. બાળક અને બાળપણ કદાચ એવો સમય હશે જે કદાચ આખી દુનિયા યાદ કરી ને વાગોળતું હશે. અને શું કામ માણસ એને યાદ નો કરે અરે એ તો અદ્ભુત સમય હતો.આજે જુવાની ના એક પડાવ પર પહોચ્યા પછી એ દિવસો કંઇક વધારે જ મધુર નથી લગતા ?

                  હા વાત હતી બાળકો ની.. એને નથી દુનિયા ની ભાન કે નથી નીતિ નિયમો. બસ એ તો એજ કામ કરશે જેમાં તેને મઝા આવતી હશે. પછી ભલે ને એ ગમે તેવું કામ હશે. કૃષ્ણ ની જેમ ધૂળ પણ ખાશે  અને માખણ પર ચોરશે. એને ક્યાં દુનિયા ના નિયમો ની ખબર છે. એ તો એક આઝાદ પંખી છે જે થોડા જ વર્ષો માં કેદ થઇ જવાનું છે. એને ખબર પણ નહિ પડે ત્યાં બાળપણ પૂરું થઇ જશે. પરંતુ આયાત આપણા બધા ના બાળપણ ની વાતો બહુ જ રોચક છે હે ને ? કેટલું અદ્ભુત હતું.. મસ્તીનું હતું નઈ? જ્યાં સુધી યાદ્દ છે ત્યાં સુધી પહેલી અને છેલ્લી યાદ્દ તો શાળા જ છે. કોઈ ને નોતું ગમતું શાળા એ જવાનું.. પેલ્લો દિવસ યાદ્દ છે મને. બધા રડતા રડતા શાળા એ જતા હોય છે (ખરેખર મને આ દિવસ યાદ્દ નથી પરંતુ પછી બીજ બાળકો ને રડી ને શાળા એ જતા તો જોયા હોય ને .. તો આપડે પણ એ જ હતા ને ક્યાં કોઈ અલગ હતું. અલગ અલગ તો હવે થયા છે બધા.) અને બસ એ શાળા થી જિંદગી શરુ થઇ હતી. અને હજી પાછા વાળીએ તો ત્યાં જ અટકી જવાનું મન થાય છે.

                   ત્યારે મને વિચારતા નોતું આવડતું અને એ કેટલું સારું હતું . વિચારી વિચારી ને માણસ થાકી ગયો છે.પછી જયારે શાળા એ છુટી ને જે બે પાંચ રૂપિયા પાસે હોય એનો 'ભાગ'(નાસ્તો , કંઇક ખાવાની વસ્તુ ) લેવાની અને એય ને મસ્તી માં ને મસ્તી માં ઘરે આવાનું. 

                  બાળપણમાં ઘણી વસ્તુ નો અનેરો આનદ આવતો હતો કારણકે હજી જિંદગી શરુ થઇ હતી ને જે થતું એ બધું પહેલી વખત થયું હતું. સાઇકલ ...! પેલા ચાર વ્હીલ પર શીખવાની પછી ત્રણ અને પછી છેલ્લે બે વ્હીલ પર. કઈ કેટલીય વાર પડ્યા હઈશું , કેટલીય વાર ચામડી છોલી નાખી હશે. પણ મારા કે તમારા માંથી કોઈ હાર માની ને બેસું ગયું હતું? નઈ કોઈ જ નહિ. બધા શીખ્યા ને ..?  અને એક વાર આવડી  ગઈ ત્યારે... મન માં તીવ્ર ઈચ્છા થતી કે ક્યારે કોઈ મોટા રોડ પર લઇ ને જવા દે. ત્યારે શેરીઓ તો ધૂળ, ઢેફા, પથ્થર વળી હતી. ડામર ના રોડ પર સાઇકલ ચલાવવી એ તો ખુબજ મઝા ની વાત ગણાતી. પછી બહાના ગોતવાના : "મમ્મી આ લઇ આવું? પેલું લઇ આવું? મમ્મી પેન્સિલ નથી, રબર નથી.. લઇ આવું? અને પછી નીકળવાનું. જાણે એમ લાગતું આ દુનિયા માં બીજું કોઈ છે જ નઈ. જયારે આજે આપની પરિસ્થિતિ શું છે એનાથી આપને બધા સારી રીતે વાકેફ છીએ. 

                  સમય આજે પણ સારો છે પરંતુ એ કઈ અલગ હતો. થોડા સમય પહેલા મારા ઘર ની બાજુ માં જ એક નાની એવી શાળા છે ત્યાંથી બાળકો છુટ્યા ત્યારે હું એમને જોતો હતો. ક્લાસ માં એક છોકરા એ કાગળ નું મસ્ત વિમાન બનાવ્યું અને પછી ઘરે જતી વખતે ઉડાડતો હતો. ત્યારે આ બધા દ્રશ્યો મેં મગજ માં નોંધી રાખ્યા હતા. 


  एक छोटे से बच्चे को देखा था...
शायद स्कूल से घर की औरर जा रहा था.
शायद बहोत खुश था... और होना भी चाहिये आखिर स्कूल से आझाद हुआ था.

       एक छोटे से बच्चे को देखा था...
उछलता कूदता अपनी ही मस्ती में चल रहा था.. कोई थकान तो नही दिख रही थी पर कंधे पे बोझ बहोत था.
शायद बहोत खुश था... और होना भी चाहिये घर पे मम्मी पापा राह जो देख रहे थे..

       एक छोटे से बच्चे को देखा था...
हाथ में एक कागज का टूकडा था,और एक विमान बनाया था.
शायद बहोत खुश था... मास्तर जी 'हवाईजहाज' बोलते थे और ऐ तो अपने 'विमान' में ही मशगुल था.

       एक छोटे से बच्चे को देखा था...
एक हवा का झोका आया और मौका पाते ही उसने कागज के खिलौने को उडाया..
शायद बहोत खुश था... उसका विमान उडा और थोडे ही दूर सडक के बिचोबिच जाके गिरा. 

        एक छोटे से बच्चे को देखा था...
तभी अचानक एक स्कूल बस आई और उस विमान पर से गुजर गई.
ईस बार बस में बेठे बच्चो का किल्लाहट था.. वो भी तो घर जा रहे थे.. 

        एक छोटे से बच्चे को देखा था...
पर वो तो अभी खुश था. उसको कोई फकॅ नही पडता.. आखिर उसका विमान उडके शहिद हुआ था...!
बहोत कुछ समजाते गया... शायद सबकुछ हमारे मुताबिक नही होता.. कुछ तो छुट ही जायेगा.. 

       एक छोटे से बच्चे को देखा था...
      शायद बहोत खुश था... और होना भी चाहिये आखिर स्कूल से आझाद हुआ था.
-(17/06/2015)


                  પણ બાળપણ તો આવું જ હોય ને..? એ બાળક એ બધું ભૂલી ગયો અને પાછો એની મસ્તી માં આગળ ચાલવા લાગ્યો. બસ આયાત આપને આજ તો શીખવાનું છે બાળક પાસે થી કે જે નથી મળ્યું અથવા જે ગુમાવ્યું છે એને ભૂલી ને આગળ કેમ વધવું.? મને ખબર છે ખુબ અઘરું છે આગળ વધવું જયારે પાછળ કંઇક  છોડી ને આવ્યા હોઈએ, પરંતુ હિંમત તો કરાવી જ પડશે ને.?પણ થઇ જશે બધું.. 

                  હું પણ મારા બાળપણ ને પાછળ  છોડી ને આગળ આવ્યો છું. મને પણ રંજ છે જે છુટી ગયું છે એનો પણ ત્યારે ક્યાં એવી  ખબર હતી કે એક દિવસ મોટા થઇ જઈશું. ..કોને ખબર હતી ક્યારે 'જવાબદારી' નામનો શબ્દ જિંદગી ને હચમચાવી મુકશે ? કોને ખબર હતી ક્યારે એ બાળપણ ની ચિતા પરથી પસાર થી ને આ જુવાની મળશે? શું આ જુવાની  ની ખરેખર જરૂર હતી? હા કદાચ જરૂર હતી પણ બાળપણ ના ભોગે નહિ. પણ આયાત તું અને હું બને જાણીએ છીએ કે આ બધું ચાલ્યા કરે છે. પેલું શું કેવાય? હા પરિવર્તન એ કુદરત નો નિયમ છે. 

                  'મુસાફર' ક્યારેય અટકતો નથી. કોઈ મઝિલ એનો અંત નથી સફર જ એની મંઝીલ છે. હું એ પામવા માંગું છું કે જેની મને ખબર નથી. કારણકે એક વખત જો મેં બધું મેળવી લીધું ને તો જિંદગી શૂન્ય થઇ જશે. એટલે સફર માં રહેવામાં  જ ;મુસાફર' ની ભલાઈ છે .

_Yash Ukani (૦૮/૦૯/૨૦૧૬)

             

Saturday, 3 September 2016

Gloomy Sunday: A perfect description of suicide.

"Gloomy Sunday", also known as the "Hungarian Suicide Song", is a song composed by Hungarian pianist and composer Rezső Seress and published in 1933.

"Hungarian Suicide Song".. કેવું song? Suicide song? ના હોય. એવું થોડું કોઈ song હોય કે જેનથી લોકો Suicide કરે. પણ આ હકીહત છે ,આ song સાંભળી ને કદાચ ૧૦૦ લોકો એ આત્મહત્યા કરી છે. પરંતુ એવું કેમ? એવું તો શું હતું આ song માં? મને પણ આના શબ્દો વાંચીને,સમજીને આ હકીકત જેવું લાગે છે.

lyrics of Gloomy Sunday

Sunday is gloomy, 
My hours are slumberless.
Dearest, the shadows
I live with are numberless.

Little white flowers
Will never awaken you.
Not where the black coach
Of sorrow has taken you.

Angels have no thought
Of ever returning you.
Would they be angry
If I thought of joining you?

Gloomy Sunday

Gloomy is Sunday, 
With shadows I spend it all.
My heart and I, have
Decided to end it all.

Soon there'll be candles
And prayers that are said, I know.
Let them not weep, 
Let them know that I'm glad to go.

Death is no dream, 
For in death I'm caressing you.
With the last breath of my soul, 
I'll be blessin' you.

Gloomy Sunday

Dreaming, I was only dreaming.
I wake and I find you asleep
In the deep of my heart, dear.

Darling, I hope that
My dream never haunted you.
My heart is telling you, 
How much I wanted you.

Gloomy Sunday

gloomy શબ્દ નો અર્થ થાય છે 'ઉદાસ'. એક ઉદાસ રવિવાર. કદાચ મેં આજ સુધી વાંચેલું હોય તો આનાથી સારું મૃત્યુ  નું વર્ણન કોઈએ નથી કર્યું. કદાચ આ એક જ કારણ હશે કે જેનાથી લોકો ને મૃત્યુ સારું લાગવા લાગ્યું હશે? એક હજી સળગતો સવાલ દુનિયા પાસે છે.. માણસ આત્મહત્યા શું કામ કરે છે? બીજું કોઈ પ્રાણી તો આવું નથી કરતુ? આપડે એ ચર્ચા માં નથી પડવું બસ આપને તો આ ગીત ને માનવું છે. એક પળ માટે તો એક પળ માટે આપને મૃત્યુ નું નવું સવરૂપ જોવું છે , મૃત્યુ ને માણવું છે...

અહી મૃત્યુ ને બહુ સરસ રીતે સમજાવ્યું છે. કદાચ અહી પણ એવું જ બતાવ્યું છે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે.. અને શું કામ.? એ કદાચ 'પ્યાર' નામનો અજીબ શબ્દ પણ હોય શકે છે. આયાત મેં તને કીધું હતું ને કે બહુ ઓછા લોકો હોય છે જે આ શબ્દ ને સમજી શકે છે અને એમાં થી ઓ પણ  બહુ ઓછા જેમને આ શબ્દ ને સાર્થક બનાવ્યો છે. ના હું એમ નથી કેતો ક એનું પરિણામ આવું  કોઈ ગંભીર આવવું જોઈએ પરંતુ મૃત્યુ એક જીવન નો પડાવ છે. (આવું કોઈએ કહ્યું છે!) . ઘણા વિદ્વાનો એ મૃત્યુ ને બહુ જ સરસ રીતે સમજાવ્યું છે. પરંતુ આજે હું તો એ gloomy sunday થી શીખ્યો છું.

શરૂઆત થાય છે. એક ઉદાસ રવિવાર થી. આયાત ખબર મેં તને કીધું હતું કે આ એવો સમય છે જયારે રવિવાર ની એકલતા  માણસ ને હેરાન  કરી મુકે છે. અને આ એકલતા બહું  જ ખરાબ હોય છે. મારો સમય ઊંઘ વિના જ પસાર થાય છે. હું એવા અસંખ્ય લોકો સાથે રહું છું કે જેમાંથી મને ક્યાય થી કઈ પણ આશા મળે એમ નથી. માણસ સામાજિક પ્રાણી કહેવાય છે. અને એટલે જ એ સમાજ સાથે રહે છે. પરંતુ જયારે જિંદગી નો અમુક એવો સમય આવે છે ત્યારે આ સમાજ પણ કઈ કામ નો નથી લાગતો. રોજ હું હજારો લોકો ને જોવ છું એમાંથી ઘણા સાથે વાત કરું છું પરંતુ આ થોડું આઘું આઘું લાગે છે, ઉપરછલ્લું લાગે છે. કારણ કે તને ખબર છે દુનિયા થોડી સ્વાર્થી છે ,એમાં સારા માણસો છે,જે કદાચ મારો પડછાયો છે , પરંતુ કમનસીબ એ લોકો  મારી સાથે નથી, અને  આખિર સુધી તો કોઈ સાથે નથી આવવાનું. ખરેખર રવિવાર ઘણો ઉદાસ છે (કે કદાચ હું ઉદાસ છું ...?)

કુદરત, કોઈ વસ્તુ ને આપણે આપણી જિંદગી સાથે બહુ જ સારી રીતે વર્ણવી લઈએ છીએ. જુયારે યુવાન યુવતી પ્યાર ના આંગણે ઉભા હોય ત્યારે એ ચંદ્ર ની ચાંદની ને યાદ્દ નો કરે એવું બને જ નહિ. અને શા માટે આપને એકલું જીવવું જોઈએ? ઘણી વસ્તુઓ એવી છે જે જનતા અજાણતા આપડો પર્યાય બની ગઈ હોય છે પછી એ સારી બાબત હોય કે ગમે તે હોય..  પરંતુ આયાત આ એવો સમય છે જયારે તને સફેદ ફૂલ પણ અકળાવી નાખશે.. અને black coach ના ઘૂંટડા પણ કોઈ અસર નહિ કરે. દુખ હતું તેમજ રહેશે. ખબર નહિ આગળ શું થશે. પણ ખરેખર આવું બનતું હોય છે અમુક એવો સમય હોય છે જયારે તમે જીવનની સૌથી પ્રિય  વસ્તુ પણ તમને સાથ નથી આપતી અને ત્યારે માણસ  ને પોતાની લાચારી નો અનુભવ થાય છે.

  કદાચ ભગવાન ના ફરિશ્તા મને લેવા આવશે. એ લોકો મને અહી રહેવા દેવા માટે કોઈ બે મત નથી. અને એ લોકો એમનો વિચાર બદલવા માંગતા  પણ નથી અને તું તો એ જાણે છે કે એ લોકો ને ગુસ્સો આપવો એ સારી બાબત નહિ. કારણકે જો એ નારાઝ થશે તો પછી શું નું શુય થઇ જશે..! જો હું અહી તારી સાથે રહેવાનો ખ્યાલ માત્ર પણ કરીશ ને તો એ ગુસ્સે થઇ જશે અને હું એવું નથી ઈચ્છતો કે  ફરિશ્તા મારાથી નારઝ થાય . ( ખુબજ સરસ રીતે એ સમજાવી દીધું કે હવે મને કોઈ રોકશો નહિ.. મેં હવે નક્કી કરી લીધું છે કે આ બધાનો અનંત કઈ  રીતે આવશે.) ઘણો અઘરો સમય હોય છે જયારે આવો કપરો નિર્ણય લેવો પડે છે .

એક ઉદાસ રવિવાર. મેં મારી આખી જિંદગી પડછાયા સાથે પસાર કરી છે. જે પડછાયા મારી સાથે હતા પરંતુ ક્યારેય મારા માટે છાયો ન બની શક્યા. એમારું હર્દય અને બીજું ઘણું બધું .. હું જીવતો રહ્યો  ખાલી પડછાયા સાથે. પરંતુ હવે મેં નિર્ણય લઇ લીધો છે કે હવે આ બધાનો અંત આવશે અને કદાચ હું ખરેખર આઝાદ થઈશ.  થોડા જ સમય માં મારી આસપાસ મીણબત્તી હશે, ફૂલ હશે.  ઘણી ઘણી પ્રાથનાઓ થતી હશે જે બધી હું પહેલે થી જાણું છું. લાખો લોકો આવશે અને ઘણું એવું કહેશે. પરંતુ આયાત તે લોકો ને રડવા નહિ દેતી . મને કોઈ  રડે છે એ નથી ગમતું. એ લોકો ને જણાવજે હું જવા માટે ખુબજ ખુશ હતો. અને હું ખરેખર આઝાદ થયો છું. ખરેખર જે મારે જોયતું હતું એજ મને મળ્યું છે.

મૃત્યુ ...! આ કોઈ નું સપનું ન હોઈ શકે. હવે એવું કોઈ માણસ થોડું હોય કે જે મૃત્યુ ના સપના જોતો હોય. પરંતુ તું જાણે છે ક્યારેક આ મૃત્યુ સહેલું લાગે છે જીવવા કરતા. હું જીંદગી માટે કોઈ ને દોષ નથી આપતો પરંતુ મૃત્યુ ને અત્યારે જેટલો પ્યાર કરું છું એટલો જ તને પણ પ્યાર કરું છું. જીંદગી ના છેલા શ્વાસ સુધી હું તારા માટે આશીર્વાદ આપતો રહીશ. આયાત પ્યાર  આવો જ હોય છે. લોકો માં ફના થઇ જવાની ભાવના હોય  છે. લોકો કુરબાન થવા તૈયાર હોય છે. પરંતુ એ પોતાના પ્રિય પાત્ર વિષે ક્યારેય ખોટું તો ન જ વિચારી શકે. છેલ્લી ઘડી સુધી એનો સાથ આપવા તૈયાર થઇ જાય છે પછી ભલે ને દુનિયા એની સાથે હોય કે ન હોય. હું મારા છેલ્લા શ્વાસ સુધી તારા માટે પ્રાથના કરીશ.

કદાચ દુનિયા ને કારણે કે કદાચ ભગવાન ની ઈચ્છા નહિ હોય. ... ગમે તે  કારણો સર બસ મારી જીંદગી તારા સપનાઓ માં જ પૂરી થઇ ગઈ. હું તો બસ સપના જ જોયા કર્યો. કે એક દિવસ હું  હું જાગું અને તને મારા હર્દય ના કોઈ ખૂણા માં ગાઢ નિંદ્રા માં સુતેલી પામું. પરંતુ આ બધા સપના જ રહી ગયા. આયાત જિંદગી માં ઘણું બધું એવું હોય છે જે કદાચ આ જનમ માં નહિ મળી શકે. અને બજા જનમ ની આપણને ક્યાં કઈ કઈ ખબર જ છે. ઘણું અધૂરું રહી જાય છે. ઘણું બાકી છુટી જાય છે. પરંતુ સમય ચાલ્યા કરે છે એ ક્યારેય અટકતો  નથી. પરંતુ તું ચિંતા નહિ કરીશ મારા સપનાઓ તને ક્યારેય હાની નહિ પહોચાડે. અરે એ તો બસ નિર્દોષ ખ્યાલ છે. જિંદગી ના આખરી સમયે યાદ આવતી વાતો છે. એ તો બસ આટલો જ ખ્યાલ છે" કદાચ જો આવું થયું હોત તો...!!" એ બસ એની જ નિશાની છે કે મારું હર્દય તને કહે છે  મારે તારી કેટલી જરૂર છે..

ઉદાસ રવિવાર.

કેટલું અદ્ભુત વર્ણન કર્યું છે . જીંદગી થી મૃત્યુ સુધી નું. જિંદગી માં કરેલું સૌથી શ્રેષ્ઠ કાર્ય .. 'પ્યાર'.. અને છેલે એના માટે જ આપેલું બલિદાન. ફરિશ્તા , સપના, આશા  આ બધા પાત્રો ને બહુ જ ખુબ રીતે સમાવી લીધા છે. અને ખરેખર આ પરથી સમજી શકાય કે જે લોકો માત્ર આ ગીત વાંચી ને ક સાંભળી ને Suicide કરી શકે.. ખરેખર પ્યાર અને મૃત્યુ ને એક સાથે ખુબ જ સરસ રીતે દર્શાવ્યું છે. દુનિયા માં આવી ઘણી વસ્તુ ઓ છે જે ક્યારેય માણસ ને સમજાતી નથી. પરંતુ આ બધું છે તો જ દુનિયા છે. કારણકે જો આપડે બધું સમજી જઈશું તો શું શોધવા  માટે જિંદગી જીવીશું... કદાચ કોઈ મતલબ હશે આપડે જીવીએ છીએ એનો.. કદાચ દરેક જીવતો માણસ  કંઇક ને કંઇક સવાલો  જવાબો ગોતતો હશે. ખબર નહિ કેટલા લોકો ને પેલા જવાબ મળશે કે જવાબ પહેલા નવો સવાલ 'મૃત્યુ' મળશે.

_Yash Ukani(04/09/2016)

Friday, 2 September 2016

એક માણસ જે માતૃભુમી થી દુર પશ્ચિમ ના ચરણે થાય છે ત્યારે...



સમય ને રોકી, વળી ને જોવ તો પાછળ  દેખાય છે યાદો
કઈ કેટલીય ખુશી હતી ને બમણી નારાજગી
ઘર છોડ્યા નો રંજ છે ,પણ નવું બાંધવાનો ઉમંગ
કેમય કરી ને જઈશ, પાછળ  દેખાય છે યાદો.

માણસાઈ લોકો માં ઘણી , પણ શીખીશ હવે શિષ્ટાચાર
એકલવાયું લાગતું ભીડ માં , હવે એને માણીશ
લાગ મળ્યો છે અનેરો ,પણ પાછળ  દેખાય છે યાદો

સુકી ઠંડી માં યાદ્દ કરીશ , હુંફ માં ની
શાયદ ભ્રમ થશે તંદ્રા માં, મારું ઘર લાગશે અજાણ્યું
કદાચ એ સપનું હશે ,પણ પાછળ  દેખાય છે યાદો

મેં તો પાડ્યા છે ભાગલા , મારી યાદ્દો ના
અમુક જે ભૂલવી  મુશ્કેલ, બાકીની છોડી જઈશ અહી
સફળ જીવન હશે ,પણ પાછળ  દેખાય છે યાદો

પહોચ્યો પૂર્વ થી પશ્ચિમ,જાણ્યું માણસ પહોચ્યો ક્યાં
જાણી છે મેં બને દુનિયા પ્રાચીન ને અર્વાચીન
આશ્ચર્ય થયું ,અહી તો કિમત માણસ ની પણ છે.
કદી અટક્યો નહિ 'મુસાફર' ,રસ્તો જ એની મંજિલ હતી
પણ પાછળ ફરી ને જોવ તો ઘણું છૂટી જાય છે.

~ યશ ઉકાણી 'મુસાફર' 

Thursday, 1 September 2016

જયારે કોઈ કંઈ બોલતું નથી તેમ છતાં બધા ઘણું સમજે છે...

          કહેવાય છે ને જયારે સમદુખિયા ભેગા થાય ત્યારે એકબીજા ની વાતો એ લોકો સારી રીતે સમજી શકે છે.આજે ચાર મિત્રો ભેગા થયા હતા યશ અને બીજા ત્રણ, . મને ખબર ની આ ચારેય લોકો એક જ વાત થી પરેશાન હતા કે નહોતા પરંતુ મેં જે એ એમને જોયા તો કંઈક એવું જ લાગતું હતું.

           ઉનાળા ની મોસમ હજી શરુ  જ થઇ છે. લગભગ ચાર વાગ્યા નો સમય થયો હશે. હજી ઉનાળા એ એનું અસલી રૂપ ધારણ નહોતું કર્યું. પૃથ્વી ગરમ તો હતી પરંતુ જેવી મને ગમે એમ ધગધગતી નહોતી. રસ્તાઓ હજી સુમસામ નહોતા બન્યા. ત્યારે આ ચાર છોકરાઓ આવા જ એક મસ્ત રસ્તા ઉપર આવ્યા. ચારેય માં જુવાની જો જોશ દેખાતો હતો પરંતુ એ થોડો ફીકો પડી ગયો હતો.મને ખબર ની હવે આ ઉમર માં લોકો કેમ થાકી ગયા હશે પરંતુ મને આ જુવાનો થોડા થાકેલા થોડા ડીપ્રેશ થયેલા લગતા હતા.તે લોકો અહી શેરડી નો રસ પીવા આવ્યા હતા. કારણ કે  આ જગ્યા બહુ જ સારી હતી.

       એક લાંબો રસ્તો હતો , આજુ બાજુ ખેતરો હતા અને રસ્તા ની બને બાજુ મોટા મોટા વ્રુક્ષો એની શોભા માં વધારો કરતા હતા. આ લાંબો રસ્તો બે ભાગ માં ફંટાતો હતો. અને અહી જ એક શેરડી ના રસ વાળો હતો. એની જગ્યા સારી હતી એટલે ઘણા લોકો અહી આવતા હતા. ઉનાળો ચાલે છે,રસ્તો જોઈએ એટલે શાંત નથી, શેરડી ના રસ ના ટેમ્પા માં ધીમા ધીમા ગીતો વાગે છે. આપણા જુના હિન્દી ગીતો.. ક્યારેક આ અવાજ અચાનક વધી જાય છે ક્યારેક ફરી ધીમો પડી જાય છે.

       તો હતી એ જ વાત પર આવીએ. ચાર મિત્રો. આમ જોતા તો લાગ્યું કે જુના મિત્રો હશે અને લાંબા સમય બાદ મળ્યા હશે. આવી ને એ લોકો એ એક એક ગ્લાસ રસ પીધો અને પછી ગાડી પર બેઠા. મેં એ લોકો ની બધી વાત સાંભળી તો નથી પરંતુ થોડું ઘણું સાંભળી ને હું હકીકત સમજી ગયો હતો. જિંદગી ના બવ જ અઘરા પડાવ પર હતા એ લોકો. ભવિષ્ય ની ચિંતા એ લોકો ને હેરાન  કરતી હતી. પેલા કીધું ને જયારે સમદુખિયા ભેગા થાય ત્યારે એક  બીજા ની વાત બરાબર સમજી શકે. એ લોકો અજીબ હતા. થોડી વાત કઈ વાતો કરે ,પછી અચાનક બધા શાંત બની જાય. કોઈ રસ્તા ને જોયા કરે, કોઈ ગીત માં પોતાનું ધ્યાન પરોવે, કોઈક મોબાઇલ માં... ફરી પછી થોડીક વાતો કરે. એ લોકો ની વાતો માં ભવિષ્ય ની ચિંતા ચોખ્ખી દેખાતી હતી. જે થઇ રહ્યું છે એના થી થોડો અણગમો પણ હતો.. પરંતુ કોઈ કઈ કરી શકે એમ નહોતું. નાની નાની આંખો માં સપના ઘણા હતા પરંતુ સપના તૂટી જવાની બીક પણ હતી. દુનિયા ની સામે ઘણી શિકાયતો હતી પરંતુ કોઈ જવાબ નહોતો.. બસ એક રંગમંચ ની કઠપૂતળી ની જેમ પોતાનો દાવ પૂરો કરતા હોય એવું લાગ્યું..

      પરંતુ મને આ વાત સમજાતી નથી . હજી આ લોકો ની એટલી કઈ ખાસ ઉમર નહોતી તેમ છતાં આ લોકો ના ચેહરા આટલા મુર્જાયેલા ,ચિંતાગ્રસ્ત કેમ હતા..? અમ કોની ભૂલ છે? એ છોકરાઓ ની કે  સમાજ ની? ક્યાંક  તો કંઈક ખોટું  થાય છે.. હવે શું ભૂલ છે એ કંઈ સમજાતું  નથી. ભગવાન લોકો બહુ જ થાકી ગયા છે હવે બસ તું એમની બહુ પરિક્ષા નહિ લે.. હવે સહન નથી થતું. દરરોજ સવારે ઉઠી ને પોતાની જાત સાથે લોકો લડે છે. જરુરીઅતો ના નામ પર માણસ નું મુલ્ય નથી રહ્યું. ખાવું છે બે ટંક પરંતુ ભેગું કરવામાં આખી જિંદગી વેડફાય રહી છે. તને પણ આવી દુનિયા નહિ ગમતી હોય.. અમારી શું ભૂલ છે એ તો બતાવ, અમે સુધારી  જઈશું એક માર્ગ તો બતાવ..
     બસ આવીજ રીતે ઘણા લોકો ને જોવ છું.  ખબર નહિ શું કામ જીવે છે.. કેટલાય નો બોજ એના ઉપર છે.. થાકી ગયા છે. હવે ચાલતું પણ નથી તેમ છતાં જિંદગી ની દોડ માં લાગેલા છે.હસી એટલે શું એ પણ લોકો ભૂલી ગયા છે. રાતે સુવે છે એ પણ સવારે જાગવા માટે.. સવારે જાગી ને દોડે છે રાતે શાંતિ થી સુવા માટે. તેમ છતાં  આજે ઊંઘ કેમ નથી આવતી. ભવિષ્ય ની ચિંતા ક્યાં સુવા દે છે. અધૂરા સપનાઓ ક્યાં સુવા દે છે. ભગવાન એવું કંઈ ના થાય કે હું સપના જ ન જોય શકું..હું વિચારી જ ના શકું.. બસ તું નચાવે એમ નાચવું છે.. તે બધું મારા પર નાખી ને મને અપંગ બનાવી દીધો છે.. તુજ બધું સાંભળી લે. મારો વિચારવા નો અધિકાર જ તું લઇ લે.. હું જેટલું વિચારીશ એટલો દુખી થઈશ.. જેટલો દુખી થઈશ એટલો બધો વાંક કોઈ ના પર નાખીશ.. કોઈ નહિ મળે તો તને ફરિયાદ કરીશ.. એના કરતા તું જ સમજી જા ને...

       ભગવાન હું તને આ કોઈ ફરિયાદ નથી કરતો.. મારું કોઈ મૂલ્ય જ નથી ક હું તને સાચું કે  ખોટું કહી શકું..પરંતુ અહી આ કંઈક ખોટું થઇ રહ્યું છે.બસ એ સહન નથી થતું. એક દસ વર્ષ નો બાળક શાળા એ જતા ડરે છે..એક સતર વર્ષ નો જુવાન ડીપ્રેશન માં છે.. કોઈ ખુશ નથી.. ભગવાન કંઈક તો ખોટું થઇ રહ્યું છે. બસ એક માર્ગ બતાવી દે.. "લોકો જિંદગી  ને સરળ બનવા ના પ્રયત્નો માં આખી જિંદગી વેડફી નાખે છે અને જીવાવનું જ ભૂલી જાય છે. " 

~યશ ઉકાણી  (૦૫/૦૩/૨૦૧૬ )