બાળપણ |
આ ફોટો કંઇક એવું સર્ચ કરતા મળ્યો હતો કે " તમે જોયેલા ફોટા માંથી સૌથી આનંદ ની લાગણી થાય એવો ફોટો કયો?". તો કોઈએ આ મુક્યો હતો. પરંતુ કેટલું અદ્ભુત દ્રશ્ય છે ને !...
બાળક, ભગવાન નું એક અદ્ભુત સર્જન. જિંદગી ના બધા સવાલો ના જવાબ મેળવવાનું એક માત્ર સરનામું એટલે એક બાળક નો સ્પર્શ. બાળક શબ્દ જ કેટલો મધુર લાગે છે , સંભાળતા ની સાથે જ હર્દય માં કોમળતા, માસુમિયત, ની:સ્વાર્થ છબી તૈયાર થઇ જાય છે. બાળક અને બાળપણ કદાચ એવો સમય હશે જે કદાચ આખી દુનિયા યાદ કરી ને વાગોળતું હશે. અને શું કામ માણસ એને યાદ નો કરે અરે એ તો અદ્ભુત સમય હતો.આજે જુવાની ના એક પડાવ પર પહોચ્યા પછી એ દિવસો કંઇક વધારે જ મધુર નથી લગતા ?
હા વાત હતી બાળકો ની.. એને નથી દુનિયા ની ભાન કે નથી નીતિ નિયમો. બસ એ તો એજ કામ કરશે જેમાં તેને મઝા આવતી હશે. પછી ભલે ને એ ગમે તેવું કામ હશે. કૃષ્ણ ની જેમ ધૂળ પણ ખાશે અને માખણ પર ચોરશે. એને ક્યાં દુનિયા ના નિયમો ની ખબર છે. એ તો એક આઝાદ પંખી છે જે થોડા જ વર્ષો માં કેદ થઇ જવાનું છે. એને ખબર પણ નહિ પડે ત્યાં બાળપણ પૂરું થઇ જશે. પરંતુ આયાત આપણા બધા ના બાળપણ ની વાતો બહુ જ રોચક છે હે ને ? કેટલું અદ્ભુત હતું.. મસ્તીનું હતું નઈ? જ્યાં સુધી યાદ્દ છે ત્યાં સુધી પહેલી અને છેલ્લી યાદ્દ તો શાળા જ છે. કોઈ ને નોતું ગમતું શાળા એ જવાનું.. પેલ્લો દિવસ યાદ્દ છે મને. બધા રડતા રડતા શાળા એ જતા હોય છે (ખરેખર મને આ દિવસ યાદ્દ નથી પરંતુ પછી બીજ બાળકો ને રડી ને શાળા એ જતા તો જોયા હોય ને .. તો આપડે પણ એ જ હતા ને ક્યાં કોઈ અલગ હતું. અલગ અલગ તો હવે થયા છે બધા.) અને બસ એ શાળા થી જિંદગી શરુ થઇ હતી. અને હજી પાછા વાળીએ તો ત્યાં જ અટકી જવાનું મન થાય છે.
ત્યારે મને વિચારતા નોતું આવડતું અને એ કેટલું સારું હતું . વિચારી વિચારી ને માણસ થાકી ગયો છે.પછી જયારે શાળા એ છુટી ને જે બે પાંચ રૂપિયા પાસે હોય એનો 'ભાગ'(નાસ્તો , કંઇક ખાવાની વસ્તુ ) લેવાની અને એય ને મસ્તી માં ને મસ્તી માં ઘરે આવાનું.
બાળપણમાં ઘણી વસ્તુ નો અનેરો આનદ આવતો હતો કારણકે હજી જિંદગી શરુ થઇ હતી ને જે થતું એ બધું પહેલી વખત થયું હતું. સાઇકલ ...! પેલા ચાર વ્હીલ પર શીખવાની પછી ત્રણ અને પછી છેલ્લે બે વ્હીલ પર. કઈ કેટલીય વાર પડ્યા હઈશું , કેટલીય વાર ચામડી છોલી નાખી હશે. પણ મારા કે તમારા માંથી કોઈ હાર માની ને બેસું ગયું હતું? નઈ કોઈ જ નહિ. બધા શીખ્યા ને ..? અને એક વાર આવડી ગઈ ત્યારે... મન માં તીવ્ર ઈચ્છા થતી કે ક્યારે કોઈ મોટા રોડ પર લઇ ને જવા દે. ત્યારે શેરીઓ તો ધૂળ, ઢેફા, પથ્થર વળી હતી. ડામર ના રોડ પર સાઇકલ ચલાવવી એ તો ખુબજ મઝા ની વાત ગણાતી. પછી બહાના ગોતવાના : "મમ્મી આ લઇ આવું? પેલું લઇ આવું? મમ્મી પેન્સિલ નથી, રબર નથી.. લઇ આવું? અને પછી નીકળવાનું. જાણે એમ લાગતું આ દુનિયા માં બીજું કોઈ છે જ નઈ. જયારે આજે આપની પરિસ્થિતિ શું છે એનાથી આપને બધા સારી રીતે વાકેફ છીએ.
સમય આજે પણ સારો છે પરંતુ એ કઈ અલગ હતો. થોડા સમય પહેલા મારા ઘર ની બાજુ માં જ એક નાની એવી શાળા છે ત્યાંથી બાળકો છુટ્યા ત્યારે હું એમને જોતો હતો. ક્લાસ માં એક છોકરા એ કાગળ નું મસ્ત વિમાન બનાવ્યું અને પછી ઘરે જતી વખતે ઉડાડતો હતો. ત્યારે આ બધા દ્રશ્યો મેં મગજ માં નોંધી રાખ્યા હતા.
एक छोटे से बच्चे को देखा था...
शायद स्कूल से घर की औरर जा रहा था.
शायद बहोत खुश था... और होना भी चाहिये आखिर स्कूल से आझाद हुआ था.
एक छोटे से बच्चे को देखा था...
उछलता कूदता अपनी ही मस्ती में चल रहा था.. कोई थकान तो नही दिख रही थी पर कंधे पे बोझ बहोत था.
शायद बहोत खुश था... और होना भी चाहिये घर पे मम्मी पापा राह जो देख रहे थे..
एक छोटे से बच्चे को देखा था...
हाथ में एक कागज का टूकडा था,और एक विमान बनाया था.
शायद बहोत खुश था... मास्तर जी 'हवाईजहाज' बोलते थे और ऐ तो अपने 'विमान' में ही मशगुल था.
एक छोटे से बच्चे को देखा था...
एक हवा का झोका आया और मौका पाते ही उसने कागज के खिलौने को उडाया..
शायद बहोत खुश था... उसका विमान उडा और थोडे ही दूर सडक के बिचोबिच जाके गिरा.
एक छोटे से बच्चे को देखा था...
तभी अचानक एक स्कूल बस आई और उस विमान पर से गुजर गई.
ईस बार बस में बेठे बच्चो का किल्लाहट था.. वो भी तो घर जा रहे थे..
एक छोटे से बच्चे को देखा था...
पर वो तो अभी खुश था. उसको कोई फकॅ नही पडता.. आखिर उसका विमान उडके शहिद हुआ था...!
बहोत कुछ समजाते गया... शायद सबकुछ हमारे मुताबिक नही होता.. कुछ तो छुट ही जायेगा..
एक छोटे से बच्चे को देखा था...
शायद बहोत खुश था... और होना भी चाहिये आखिर स्कूल से आझाद हुआ था.
-(17/06/2015)
પણ બાળપણ તો આવું જ હોય ને..? એ બાળક એ બધું ભૂલી ગયો અને પાછો એની મસ્તી માં આગળ ચાલવા લાગ્યો. બસ આયાત આપને આજ તો શીખવાનું છે બાળક પાસે થી કે જે નથી મળ્યું અથવા જે ગુમાવ્યું છે એને ભૂલી ને આગળ કેમ વધવું.? મને ખબર છે ખુબ અઘરું છે આગળ વધવું જયારે પાછળ કંઇક છોડી ને આવ્યા હોઈએ, પરંતુ હિંમત તો કરાવી જ પડશે ને.?પણ થઇ જશે બધું..
હું પણ મારા બાળપણ ને પાછળ છોડી ને આગળ આવ્યો છું. મને પણ રંજ છે જે છુટી ગયું છે એનો પણ ત્યારે ક્યાં એવી ખબર હતી કે એક દિવસ મોટા થઇ જઈશું. ..કોને ખબર હતી ક્યારે 'જવાબદારી' નામનો શબ્દ જિંદગી ને હચમચાવી મુકશે ? કોને ખબર હતી ક્યારે એ બાળપણ ની ચિતા પરથી પસાર થી ને આ જુવાની મળશે? શું આ જુવાની ની ખરેખર જરૂર હતી? હા કદાચ જરૂર હતી પણ બાળપણ ના ભોગે નહિ. પણ આયાત તું અને હું બને જાણીએ છીએ કે આ બધું ચાલ્યા કરે છે. પેલું શું કેવાય? હા પરિવર્તન એ કુદરત નો નિયમ છે.
'મુસાફર' ક્યારેય અટકતો નથી. કોઈ મઝિલ એનો અંત નથી સફર જ એની મંઝીલ છે. હું એ પામવા માંગું છું કે જેની મને ખબર નથી. કારણકે એક વખત જો મેં બધું મેળવી લીધું ને તો જિંદગી શૂન્ય થઇ જશે. એટલે સફર માં રહેવામાં જ ;મુસાફર' ની ભલાઈ છે .
_Yash Ukani (૦૮/૦૯/૨૦૧૬)
